ધારાસભ્ય વરમોરા દિલ્હીના પ્રવાસે, રાજકીય આગેવાનો સાથે મુલાકાત

- text


 

નવી સંસદ ભવનની મુલાકાત લઈ 33% મહિલા અનામત બદલ આપવા માટે કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા

હળવદ : હળવદ-ધાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છેલ્લા બે દિવસથી દિલ્હીના પ્રવાસે છે.જ્યાં ભાજપના ટોચના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.સાથે જ નવી સંસદ ભવનની પણ મુલાકાત લીધી હતી.

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત લઇ કેન્દ્ર સરકાર દ્વારા 33% મહિલા અનામત આપવા માટેના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા,રમત ગમત ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા,કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ તેમજ બાબા મસ્તનઆથ મઠના મહંત અને અલવર લોકસભાના સાંસદ બાલકનાથ યોગીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

- text

- text