ટંકારાના ઘુનડા(સ) ગામે જુગાર રમતા ચાર પકડાયા, એક ભાગ્યો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા(સ) ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મનીષભાઇ વજીરભાઇ બગથરીયા, મુકેશભાઇ ગણેશભાઇ પાટડીયા, પ્રિતેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ અને ઉમેશભાઇ ભીખાભાઇ બાબરીયાને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 11,900 કબ્જે કર્યા હતા. જયારે દરોડા દરમિયાન આરોપી રામજીભાઇ આહીર નામનો શખ્સ નાસી જતા પોલીસે રામજીભાઈને ફરાર દર્શાવી પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text