મોરબીમાં ફ્લેટની અગાસીએ ચડી જુગાર રમતા બે આધેડ ઝડપાયા 

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રામસેતુ ટાવર બિલ્ડિંગની અગાસીએ બેસી જુગાર રમી રહેલા આરોપી દુલેરાયભાઇ જીવરાજભાઇ અંબાણી અને જગદીશભાઇ જીવરાજભાઇ ભાલોડીયા નામના આધેડને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 53,500 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

 

- text