મોરબી: ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ગણપતિ સમિતિ દ્વારા જાદુગરનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.શહેરભરમાં ઠેર-ઠેર ગણપતિને બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ સિંગલિયા હાઉસીંગના રહીશો દ્વારા અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે. સાથે સાથે આ અંબિકા ગરબી મંડળ સમિતિ દ્વારા પણ દરરોજ જુદા જુદા કાર્યક્રમો કરી બાળકો અને મહિલાઓને મનોરંજન કરાવવામાં આવે છે, ત્યારે આજે અંબિકા ચોક કા રાજા ગણપતિ સમિતિ દ્વારા જાદુગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાસરના પ્રખ્યાત જાદુગર એમ.લાલ દ્વારા જુદા જુદા કરતબો બતાવી જાદુના ખેલ કર્યા હતા. જે જોવા તમામ રહીશો હાજર રહ્યા હતા. બાળકો અને મહિલાઓએ પણ આ જાદુગરના ખેલનો મન ભરીને આનંદ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગણપતિ બાળકોના અતિ પ્રિય છે ત્યારે અંબિકા ચોક ગણેશ સમિતિ દ્વારા બાળકોને રાજી રાખવા જુદા જુદા અનેરા આયોજનો કરવામાં આવે છે. આ માટે અંબિકા ચોક કા રાજા ગણેશ સમિતિના વિજયભાઈ ચાવડા, મીઠુભા જાડેજા, જયસુખભાઈ નિમાવત, પરબતભાઈ પટેલ, ભરતભાઈ ચાવડા, લાલાભાઈ પટેલ, અશ્વિનભાઈ ચાવડા, અલ્પેશસિહ ઝાલા, વસંતભાઈ લુહાર, ભરતભાઈ પટેલ, હિતેશભાઈ અગ્રાવત, અર્જુનભાઈ સહિતના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.