મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ RSS - વિદ્યા ભારતીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો. ઇન્દુમતીબેન કાટદરે દ્વારા વર-વધુ પસંદગી અને વિવાહ સંસ્કાર વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.વર-વધુ પસંદગી અને વિવાહ સંસ્કાર એ આજના સમયના યુવાઓને સૌથી મુંઝંવતા પ્રશ્નોમાંનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદ્દા પર પ્રો. ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલીમાં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યા ભારતી સંચાલિત સરસ્વતી શિશુ મંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, યોગચાર્ય નીખીલદેવજી, શિશુ મંદિરના વ્યવસ્થાપક દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનઃરુત્થાન વિદ્યાપીઠના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.