વાંકાનેર : ગઈકાલે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર તેમજ GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત લજાઈ માધ્યમિક શાળા ખાતે મોરબી જિલ્લાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વાંકાનેરની જામસર સીઆરસી હેઠળની રાજગઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીએ બીજો ક્રમાંક મેળવ્યો છે.આ વાર્તા સ્પર્ધામાં ધોરણ 6 થી 8ની વાર્તા લેખન સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની રાજગઢ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જલ્પાબેન સુરેશભાઈ અઘેરાએ બીજો નંબર મેળવી વાંકાનેર તાલુકા અને જામસર સીઆરસી અને રાજગઢ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ રાજગઢ પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ ચૌધરી, વિદ્યાર્થિની જલ્પાબેન અઘેરા અને શાળાના તમામ શિક્ષકોને જામસર સીઆરસી નરેન્દ્રસિંહ ચૌહાણે શુભેચ્છા પાઠવી છે.