સિટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ. ૧૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડમોરબી : મોરબીમાં આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ વેચાતી અધધધ ૧૨,૨૪૦ શંકાસ્પદ નશાકારક સીરપનો જથ્થો સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે માળીયા-મોરબી નેશનલ હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનમાં પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ને ત્યાંથી આર્યુવેદીક હર્બલની બોટલો TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO TQ19 લખેલ એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૫,૩૨૦/-ની કિ.રૂ.૫,૩૨,૦૦૦/- તથા STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO SH305 લખેલ એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૬,૯૨૦/- ની કિરૂ.૬,૯૨,૦૦૦/- મળી કુલ આર્યુવેદીક બોટલ નંગ-૧૨,૨૪૦/- ની કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઈ, અ.પો.કો. ભરતભાઇ બાપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ બિજામાઈ જેસંગભાઈ, રમેશભાઇ સંઘધનભાઇ, પ્રદિપસિહ બાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિહ બહાદુરસિંહ, શક્તિસિહ કિશોરસિંહ રોકાયેલ હતા.