મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહીની આયામના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા ડો. નમ્રતાબેન રૈયાણી અને પશ્ચિમ કચ્છના સહ સંયોજીકા મોરબીના પ્રવાસે આવ્યા હતા. જે અંતર્ગત મોરબી જીલ્લા દુર્ગાવાહીની કાર્યકર્તા બહેનોની બેઠક મળી હતી. આ બેઠકમાં લવ જેહાદ, નારી શક્તિ તથા દુર્ગાવાહીની દ્વારા આગામી સમયમાં આવનાર કાર્યક્રમો તથા ઉત્સવો કરવા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભાઈઓ પણ હાજર રહ્યા હતા.