મોરબી : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે 40 જેટલા ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા દર્દીઓને પોષણની અગત્યતા અંગે સમજાવવામાં આવ્યું હતું. તેમજ જીલ્લા ક્ષય અધિકારી ડો.ઘનસુખભાઈ દ્વારા મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ટીબી અંગે સામાજીક જાગૃતતા ફેલાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.