મોરબી : મોરબીમાં ઉષા પાનની બાજુમાં પારેખ શેરી સ્થિત ગ્રીન ચોકમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આવતીકાલે ડાક ડમરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.ગણપતિ મહોત્સવમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા દરરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આવતીકાલે 23 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે. જેમાં કાથલભાઈ રાવળદેવ અને તેમના સાજીંદાઓ રમઝટ બોલાવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.