મોરબી : મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઈન રોડ નાલા પાસે જાહેરમા વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી વિપુલભાઈ રતીલાલ વાઘાણીને જાહેરમાં વરલી મટકાના અકળ લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2700 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.