ગતરાત્રિના મકાનના રસોડાની બારી તોડી ચોરીને અંજામ આપ્યો, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હળવદ : હળવદ શહેરમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં પરિવારજનો ઘરમાં સુતા હતા ત્યારે કોઈ અજાણા શખ્સોએ ઘરની બારી તોડી ઘરમાં રહેલ સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ ગયા હોવાની મકાનમાલિકે હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ પટેલ પરિવાર સાથે ઘરે સુતા હતા ત્યારે ગતરાત્રિના મકાનના રસોડાની લોખંડની બારીના સળિયા કાપી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ 15 તોલા જેટલા સોનાના દાગીના અને 20 તોલા ચાંદીના દાગીના તેમજ 7000ની અજાણ્યા શખ્સો લઈ ગયા છે.જ્યારે આ બનાવની જાણ પરિવારજનોને થતા જ તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી હળવદ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા બીજી તરફ પરિવારજનોને સુતા રાખી ચોરીને અંજામ આપનાર શખ્સો ને ઝડપી લેવા પોલિસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.