મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા.૨૨ના રોજ વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુથી બંધ રાખવામાં આવનાર છે. જેમાંઅમૃત IND ૮:૩૦ થી ૨:૩૦ (ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસનો વિસ્તાર) તથા ટીટેનિયમ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.