મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રીજન્ટા હોટલ સામે GJ-12-BW-7440 નંબરના ટ્રક ચાલકે અશ્વિનકુમાર રમેશભાઇ દવે રહે. મારકો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ વતન.ગામ-તનવાડ તા.ભાભર જી.બનાસકાંઠા નામના બાઈક ચાલક યુવાનને પાછળથી હડફેટે લઈ હાથ ઉપર ટાયર ફેરવી દેવાની સાથે પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ કરી ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.