માળિયા (મિ.) : માળિયા મિયાણાની મુખ્ય બજારમાં ભરવાડ શેરી પાસે ભરાતી રવિવારી બજારની જગ્યામાં કચરાના ઢગલાંથી જનતા પરેશાન થઈ ગઈ છે. તંત્ર દ્વારા કોઈ સાફ-સફાઈ રાખવામાં ન આવતી હોવાથી વેપારીઓ અને બજારમાં આવતા ગ્રાહકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.ભરવાડ શેરી પાસે રવિવારે રવિવારી બજાર ભરાતી હોય છે. આ જગ્યા પર ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે. આ બજારમાં નિયમિત સાફ-સફાઈ પણ તંત્ર દ્વારા કરાવવામાં ન આવતી હોવાનો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ સમસ્યા અંગે કોઈ ધ્યાન આપતા નથી જેથી સામાન્ય જનતા આ સમસ્યાનો સામનો કરી રહી છે. કચરાના કારણે રખડતાં ઢોરનો પણ અહીંયા અડીંગો જોવા મળી રહ્યો છે. રવિવારી બજારમાં વસ્તુઓના વેચાણ માટે આવતા વેપારીઓને પણ કચરાની વચ્ચે બેસીને વ્યાપાર કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવી સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.