મોરબી : મોરબી તાલુકામાં આવેલ ધોડાદ્રોઈ 98 ટકાથી વધુ ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા રુલ લેવલ જાળવવા આજે ડેમનો એક દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો છે અને 300 ક્યુસેક પાણીની આવક સામે 300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના ચકમપર, જીકીયારી,જીવાપર, જેતપર, રાપર,સાપર, સુલતાનપર, માણાબા અને ચીખલી ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જ્વર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.