મોરબી : રાજકોટના અમીન માર્ગ ઉપર ગત તા.19ના રોજ ચાલુ વરસાદમાં રસ્તા વચ્ચે એક મહિલા યોગ ટ્રેનર યોગ કરતી નજર આવી. જેનો વીડિયો વાયરલ થાત રોડ ઉપર ચાલુ વરસાદમાં યોગ કરવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડતા પોલીસે તેની મહિલા યોગ ટ્રેઇનરની અટકાયત કરી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના રિપોર્ટ મુજબ મંગળવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જે રાજકોટ શહેરના પશ્લિમ વિસ્તારનો પોશ ગણાતો અમીન માર્ગ પરનો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં અમીન માર્ગના મધ્યમાં રેડ યોગ આઉટફિટમાં મહિલા યોગા ટ્રેનર યોગ આસન કરતી જોવા મળી રહી છે. જેને પગલે વાહન ચાલકોને પોતાના વાહનની ગતિ ધીમી કરવી પડી હતી.આ વીડિયો તેજ ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઇ અને ભારતીય દંડ સંહિતાની કલમ 283 હેઠળ તે યોગા ટ્રેનર વિરૂદ્ધ કેસ નોંધી તેની અટકાયત કરી હતી. પોલીસે આ યોગા ટ્રેનર રૈયા રોડ સ્થિત જીનિયસ હાઇટ્સની 40 વર્ષીય દીના પરમાર હોવાનું જણાવ્યું છે. આ મહિલા યોગા ટ્રેનર વિરૂદ્ધ કોન્સ્ટેબલ અંકિત નિમાવતની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.માલવિયાનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ‘દિયા પરમાને આ રીતે રોડ પર યોગ કરતા ધરપકડ઼ કરી માલવિયાનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન દિયાએ કહ્યું હતું કે, તે 18 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યા આસપાસ અમીન માર્ગ પર સાગર ટાવર પાસે યોગ કરીને રીલ બનાવી હતી. આ રીલને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દિયા પરમારે દંડ ભર્યા પછી છોડી દેવામાં આવી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, ‘તે કાયદાનું પાલન કરનારી નાગરિક છે તેમજ ટ્રાફિક નિયમોનું પણ પાલન કરે છે. સાથે જ મને રસ્તા વચ્ચે યોગ કરવાનો પણ પસ્તાવો થઇ રહ્યો છે તેમ તે મહિલા ટ્રેનર દિયા પરમારે કહ્યું હતું