વીર વિદરકા ગામે ચાર દીકરીઓએ માતાને કાંધ આપી દીકરાની ફરજ નિભાવી

- text


માળિયા : માળિયાના વીર વિદરકા ગામે રહેતા બોસિયા ડાયબેન સામજીભાઈ (ઉ.વ.65)તેમને સંતાનમાં ચાર દીકરીઓ મંજુબેન, પારુલબેન, ગીતાબેન અને કૈલાશબેન હતા. છેલ્લા 12 વર્ષથી ડાયબેનને મગજમાં ગાંઠ હોય તેમની દીકરીઓએ તેમની ખૂબ સેવા ચાકરી કરી હતી. આજે ડાયબેનનું નિધન થતા ચારેય દીકરીઓએ પોતાના માતાને અંતિમ વિદાય આપી દીકરાની જેમ કાંધ આપી હતી. આમ આ ચારેય દીકરીઓએ દીકરા સમોવડી બનીને સમાજને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

- text