એલસીબી ટીમે 192 બોટલ વિદેશી દારૂ તેમજ બોલેરો વાહન સહીત 6,26,480નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી તાલુકાના અણિયારી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર રેઢી હાલતમાં કબ્જે કરી 192 બોટલ વિદેશી દારૂ તેમજ બોલેરો વાહન સહીત 6,26,480નો મુદામાલ કબ્જે કર્યો હતો.મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અણિયારી ચોકડી નજીક રેઢી હાલતમાં પડેલી બોલેરો પીકઅપ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે જે બાતમીને આધારે પોલીસે અણિયારી ચોકડી પાસે સર્ચ કરતા જીજે-36-ટી-1992 નંબરની બોલેરો પીકઅપ રેઢી હાલતમાં મળી આવતા કબ્જે લઈ તપાસ કરતા બોલેરોમાં બનાવેલ ચોરખાનામાંથી બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, મેજીક મોમેન્ટ વોડકા અને ગ્રીન લેબલ બ્રાન્ડ દારૂની 192 બોટલ કિંમત રૂપિયા 1,26,480નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે રૂપિયા 5 લાખની બોલેરો સહીત 6,26,480નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.