મોરબી : આઝાદી પૂર્વે ઇ.સ. 1945 થી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદક સંધ ધી ઇન્ડીયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોશીએસન (ઇસ્મા) ની 47મી વાર્ષિક સામાન્ય સભા મુંબઇ ખાતે યોજાઈ હતી. જેમાં મોરબીના દિલાવરસિંહ જાડેજા( દિલુભા- જયદીપ & કાં) ની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.વાર્ષિક સામાન્ય સભામાં દેશના અગ્રણી મીઠા ઉત્પાદકોની 88% જેટલી બહોળી હાજરીમાં ચાલુ વર્ષનો સંસ્થાની કાર્યવાહીના અહેવાલ અને હિસાબી સરવૈયાને બહાલી મળી હતી. આ ઉપરાંત “ઇસ્મા”ના આગામી 2023-25ની બે વર્ષની મુદત માટે સંસ્થાના હોદેદારોની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભરત રાવલની સતત 5 મી વખત પ્રમુખ પદ માટે બિનહરીફ અને સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.ઉપપ્રમુખ પદે સામજીભાઇ કાનગડ (આહીર સોલ્ટ એન્ડ એલાઇડ- કચ્છ) અને દિલાવરસિંહ જાડેજા (દિપ સોલ્ટ વર્ક્સ- માળીયા)ની વરણી કરવામાં આવી હતી. મંત્રી તરીકે પર્વિશ ધ્રુવ, સહમંત્રી પરાગ શેઠ, ખજાનચી શામજીભાઇ આહીરની વરણી કરવામાં આવી હતી. વધુમાં મેનેજિંગ કમીટી મેમ્બર્સ તરીકે રાકેશકુમાર જૈન, જયંતિ સોરઠીઆ, વિનોદ પાબારી, અભિષેક પારેખ, યુસુફ પટેલની વરણી કરવામાં આવી હતી.