નવા બસસ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં બનેલી ઘટના મોરબી : મોરબીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારના સમયે નવા બસસ્ટેન્ડની પાછળના તરફની દીવાલ ધરાશયી થતા એસટી વિભાગે દીવાલ હટાવવાની કામગીરી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલી દીવાલ વરસાદના કારણે નમી જતા મોરબી એસટી વિભાગે તાબડતોબ આ દીવાલને પાડી નાખી જોખમ દૂર કર્યું હોવાનું વિભાગીય ડેપો મેનેજર એ.એન.પઢારીયાએ જણાવ્યું હતું.