મોરબી : મોરબીનો મચ્છુ -3 ડેમ 100 ટકા ભરાય ગયો છે. મચ્છુ -3 ડેમ ઓવરફ્લો થતા આ ડેમનો દરવાજો એક ફૂટ ખોલાયો છે. આથી ડેમ હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે ફરી મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાય ગયો છે. આથી આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં 2050 ક્યુસેકની આવક સામે 939 ક્યુસેક પાણી છોડવમાં આવ્યું છે. આથી ડેમ હેઠળના મોરબી અને માળીયા વિસ્તારોના ગામોને એલર્ટ કરી મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.