મોરબી : મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘકૃપાથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. આથી મોરબીના ઝીકિયારી ગામ પાસેનો ઘોડાધ્રોઈ ડેમ 80 ટકા ભરાયો છે. આ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા હોવાથી ડેમ હેઠવાસના ગામોને એલર્ટ કરીને નદીના પટ્ટમાં આવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.