હળવદ : તાલુકાના ચરાડવા ગામે આવેલા ટીંબલીયા હનુમાનજીના મંદિરે આજે 18 સપ્ટેમ્બરના રોજ કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.ટીંબલીયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી નિમિત્તે માટીનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. આ વ્રતને હરિતલિકા વ્રત પણ કહેવાય છે. આ પ્રકારની પૂજા પાર્વતીજીએ કરી હતી. આ વ્રત પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે અને અપરણિત સારો પતિ મળે તે માટે કરે છે. ત્યારે ટીંબલીયા હનુમાનજીના મંદિરે પણ શિવલિંગની પૂજન વિધિ કરવામાં આવી હતી.