મહામંડલેશ્વર ધ્યાનયોગી અવધકિશોરદાસ રામાયણી કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબીના રવાપરના બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે આગામી તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર દરમિયાન સર્વે પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.રવાપર ગામના ઉપસરપંચ મહેશભાઈ ચતુરભાઈ ચાડમીયા અને ચાડમીયા પરિવાર દ્વારા સ્વ. બેચરભાઈ નારણભાઈ ચાડમીયા તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં વક્તા મહામંડલેશ્વર ધ્યાનયોગી અવધકિશોરદાસ રામાયણી (તપોવન આશ્રમ, મોઢેરા) વ્યાસપીઠ પર બિરાજી 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રંસગે સાધુ-સંતો અને રાજકીય-સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.