મોરબી : CSIR- CGCRI નરોડા સેન્ટર દ્વારા વાંકાનેર પટેલ સમાજ વાડી ખાતે સોફ્ટ સ્કીલ્સ એન્ડ ટેક્નિકલ સ્કીલ્સ અપગ્રેડેશન ઓન ફાયર ક્લાય રિફેક્ટરી મેન્યુફેક્ચરિંગ નામનો કોર્ષ યોજવામા આવ્યો હતો. જેમાં વાંકાનેર રીફ્રેકટરીઝ એસોસિએશનો સભ્યો પ્રજ્ઞેશભાઈ પટેલ -જસદણ સિરામિક ગ્રુપ, મંત્રી મોરબી જિલ્લા ભાજપ, શૈલેશભાઈ પટેલ, જગદીશભાઇ પટેલ, મહેશભાઇ કણસાગરા, ભરતભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ, સાહિલભાઈ વોરા, દિવ્યેશભાઈ રાંકજા, દેવીસિંહ જાડેજા, દિનેશભાઇ રવાણી, સહિત વિવિધ વાંકાનેરના રીફ્રેકટરીઝ મેન્યુફેક્ચરોએ ભાગ લીધો હતો.CGCRI - નરોડા સેન્ટર ડાઇરેક્ટર ડો. પરવેસ અગ્રવાલ સહિત સમગ્ર ટીમે વિવિધ જાણકારી આપી હતી, સમારંભ અંતે CGCRI નરોડા સેન્ટર ડાઇરેક્ટર ડો. પરવેસ અગ્રવાલ અને સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રજ્ઞેશભાઈ પટેલ (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ વાંકાનેર) મંત્રી જિલ્લા ભાજપ મોરબીને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.બઅને ભવિષ્યમા પણ આવા આયોજન વાંકાનેર ખાતે કરવામા આવશે એવુ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા જાણવવામા આવ્યુ છે.