મોરબી : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ઘુંટુ જનકપુરમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઘુંટુ જનકપુરમાં ગોપી મંડળ દ્વારા રામધૂન કરવામાં આવી હતી. આયોજક રણછોડભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા રામધૂન રાખવામાં આવી હતી. જેમાં સૌએ સાથે મળીને વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.