હળવદમાં આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શુભારંભ કર્યોહળવદ : આજરોજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ અને રાજુભાઇ પ્રેમજીભાઈ પટેલના આર્થિક સહયોગ થી ઓફિસ ફાઈલ બનાવવા માટેની મશીનરી સંસ્થાને દાનમાં મળેલ જેમાં દિવ્યાંગ જનો ફાઈલ બનાવશે અને તેને માર્કેટમાં વહેચી અને તેમાંથી રોજગારી મેળવી આત્મ નિર્ભર બનશે ત્યારે આજરોજ સંસ્થામાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને રાજકીય અને સામાજિક અને ધાર્મિક આગેવાનો સમાજને વિશેષ સેવાઓ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ જનો ને વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ કાઢી આપી તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના દાતા હીરાભાઈ મિર (ભરવાડ)જેઓ થાનથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ છેલ્લા દસ વર્ષથી હળવદ ખાતે માનસિક દિવ્યાંગ જનોમારત ગૌરીશંકરભાઈ જોશી તથા તેમના ધર્મ પત્ની હીરાબેન જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,બિપીનભાઈ દવે,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરિયા,અગ્રણી ઉધોગપતિ ગોપાલભાઈ ઠક્કર,હાઇકોર્ટ એવડવોકેટ એનીટા સલોની,બ્રહ્મા કુમારી સંસ્થાના જયશ્રીબેન સહિત રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હળવદ તથા મોરબી જિલ્લામાંથી દિવ્યાંગજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયા એ કર્યું હતું.આ કાર્યક્રમમાં ભોજનના દાતા બળદેવભાઈ પોપટભાઈ દલવાડી અને સાઉન્ડ દાતા વિષ્ણુભાઈ દલવાડી રહ્યાઆ કાર્યક્રમને સફળ બનાવવા નવજીવન વિકલાંગ સેવાશ્રયના ટ્રસ્ટીગણ તેમજ સ્થાનિક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી