રણમલપુરથી ટીકર સુધી નર્મદા કેનાલ પર પીજીવીસીએલની 36 ટીમો દ્વારા કરાયું ચેકીંગહળવદ : હળવદ તાલુકાના રણમલપુરથી ટીકર સુધીનાં વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલ પર પીજીવીસીએલની 36 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 136 વાડી વિસ્તારમાં કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 14 માં ગેરરીતિ સામે આવી છે જેથી 4.15 લાખનો દંડ કરાયો છે. આ કામગીરીમાં મોરબી, જામનગર,ભુજ અને અંજાર વર્તુળ ની પીજીવીસીએલની 36 ટીમોએ કરી હતી અને વીજ ચેકીંગ દરમિયાન એસઆરપીના જવાનો સાથે રહ્યા હતા.