તમામ આધાર પુરાવા હોવા છતાં ગ્રામ પંચાયતની નોટિસ સામે ચુવાળીયા કોળી સમાજના લોકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યુંમોરબી : મોરબીના ચકમપર ગામે ચુવાળીયા કોળી સમાજના લોકોને મકાન પાડી નાખવાની નોટિસથી ફફડાટ વ્યાપી ગયો છે. તમામ આધાર પુરાવા હોવા છતાં ગ્રામ પંચાયતની નોટિસ સામે ચુવાળીયા કોળી સમાજના લોકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે અને મકાનો નહિ પડવાની માંગ ઉઠાવી છે.મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં મોરબી તાલુકાના ચકમપર ગામના કોળી સમાજના આગેવાનો દ્વારા ચકમપર ગામમાં વષૉથી પોતાના પરીવાર સાથે રહે છે અને તમામ આધાર પુરાવા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, લાઇટ બીલ, વેરા પહોચ જેવા સરકાર માન્ય ડોક્યુમેન્ટ જેવા આધાર પુરાવા હોવા છતા મકાન પાડવા માટે પંચાયત તરફથી નોટિસ આપી હતી જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટરને હાલમાં મકાન પાડવા નહીં તેવી રજૂઆત સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાથે મોરબી જીલ્લાના કોળી સમાજના આગેવાનો ચકમપર ગામના કોળી સમાજ દ્વારા આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.