હજુ પણ શિવ ભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ થવાના હોવાથી લોકોને મેળામાં ઉમટી પડવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાહેર અપીલમોરબી : મોરબી નજીક આવેલા સૌથી પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આજે અમાસનો લોકમેળો ભરાયો હતો. આજે સવારે અમાસનો મેળામાં પગ મુકવાની જગ્યા ન બચી હોય એટલી હદે માનવ મહેરામણ ઉમટી પડતા મેળામાં ચારેકોર હર્ષનાદ અને નિર્દોષ આનંદની છોડો ઉડી હતી. જો કે આ વખતે બે અમાસ હોવાથી લોકોમાં અસમજતાને કારણે આજે મેળો ચાલુ ન હોવાની ધાંરણા હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપે આજે પણ મેળો ચાલુ હોય લોકોને હજુ પણ મેળાનો લાભ લેવાની અપીલ કરી છે.રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મનોરંજન સાથે ભગવાનની શિવની મહિમાને ઉજાગર કરતા શિવ તરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જ બે દિવસીય અમાસના પોરોણીક મેળાનો પ્રારંભ થયો હતો. જો કે આ વખતે બે અમાસ હોવાથી મેળો શરૂ થતાની સાથે જ ગઈકાલે પણ હજારો લોકો ઉમટી પડતા આ મેળામાં ગઈકાલથી જ ફજેત,, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સ તેમજ ખાણી-પીણીના સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. તેમજ વર્ષોની પરંપરા મુજબ ગતરાત્રે રાતભર ભજનની રાવટીઓ ધમધમી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનો સાથે મેળાની મોજ માણી હતી. પરંતુ ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી મેળાની મંજૂરી હોવા છતાં પોલીસે જોહુકમી કરીને વહેલો 10-30 વાગ્યે મેળો બંધ કરાવી દેતા લોકો અને આયોજકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વખતે બે આમાસ હોય ગઈકાલે લોકો ઉમટી પડ્યા બાદ આજે પણ અમાસના હોય વર્ષોથી અહીં મેળાનું અને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અનેરું મહત્વ હોવાથી આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મંદિરે ઉમટી પડ્યા હતા. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી રફાળેશ્વર મંદિરે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી હતી પણ આજે મેળો ચાલુ હોય અને હજુ મેળામાં શિવ ભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાવાનાં હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ હજુ પણ લોકોને મેળામાં ઉમટી પડવા હાકલ કરી છે.