મોરબી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિતે તા.17ના રોજ મોરબી - માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના હોદેદારો તથા સર્વે કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશ માટે 73 મણ સુખડી બનાવી વિતરણ કરવામાં આવશે. મોરબી જિલ્લાની મોરબી પાંજરાપોળ, યદુનંદન પાંજરાપોળ, મકનસર પાંજરાપોળ ગૌવંશને સુખડી જમાડવાના સેવાકાર્યનો સવારે 9 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે.