બાબુભાઈ પરમારને મોરચાના પ્રમુખ બનાવાયામોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિત કુલ 14 નામોની જાહેરાત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા સંગઠન પ્રબારી ડો. હિતેષભાઈ ચૌધરી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે બાબુભાઈ નાનજીભાઈ પરમારના નામની જાહેરાત કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે લવજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ નથુભાઈ દુલેરા, દિપકભાઈ મૂળજીભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બળવંતભાઈ મોહનભાઈ સનારિયા અને નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકીને મહામંત્રી બનાવાયા છે. તો જગદીશભાઈ માવજીભાઈ સાગથીયા, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, ચિરાગભાઈ મણીભાઈ સોલંકી, જગદીશભાઈ મોહનભાઈ ચાવડા અને નીતાબેન ત્રિકમજીભાઈ પરમારને મંત્રી બનાવાયા છે. તો વનિતાબેન દિપકભાઈ પરમારને કોષાધ્યક્ષ અને લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકીને કાર્યાલય મંત્રી બનાવાયા હોવાનું મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી જેઠાભાઈ મિયાત્રાએ જણાવ્યું છે.