સગીરને બાઈક ચલાવવા બાબતે ઝાપટ મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા ફરિયાદ 

- text


ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે બનેલા બનાવમાં હાઈસ્કૂલના આચાર્ય સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સગીર બાળકને બાઈક ચલાવવા બાબતે ઠપકો આપી ગાલ ઉપર ઝાપટ મારી ત્રણ વ્યક્તિઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી સગીરના પિતાને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સ્વામિ નારાયણ હાઇસ્કુલ પાસે ગઈકાલે સવારે હરીપર ગામે રહેતા નવનિતભાઇ મણિલાલ ચાવડાનો સગીર પુત્ર મોટર સાયકલ લઈને નીકળતા આરોપી ગણેશભાઇ ડુંગરભાઇ નમેરા, હસમુખભાઇ નમેરા અને મિ નારાયણ હાઇસ્કુલના પ્રન્સીપાલ આર.જે.મુછારાએ ઠપકો આપી ગાલ ઉપર ઝાપટ મારી પગે પાટા મારી મુંઢમાર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદી નવનિતભાઇ મણિલાલ ચાવડા સમજાવવા ગયા હતા ત્યારે આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી જાતિપ્રત્યે અપમાનિત કરતા ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ એટ્રોસીટી કલમ ૩(૧) (R) (S) , ૩ (૨) (૫-એ) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

- text

- text