મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીમાં ઇન્સ્ટાગ્રામ થકી યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી બબ્બે વખત દુષ્કર્મ ગુજારી હવસખોર શખ્સે યુવતીને ગર્ભવતી બનાવી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ વિસ્તાર રહેતી એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મિત્રતા કેળવી ઘુંટુ ગામના કાનો ભુપતભાઇ કોળી નામના શખ્સે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ મળવા બોલાવી હતી. યુવતી વિશ્વાસમાં આવી આરોપીને મળવા જતા કાનાએ યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી બબ્બે વખત દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં યુવતી સાથે આરોપી કાના ભુપતભાઇ કોળીએ દુષ્કર્મ આચરતા હાલ યુવતીને પાંચ માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મ કેસમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.