કૃષિ પોલીટેકનીક હળવદની મુલાકાત લેતા પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા 

- text


હળવદ : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત, હળવદ કૃષિ પોલીટેક્નિકની મુલાકાત લઈ પૂર્વ રાજયમંત્રી જયંતિભાઇ કવાડિયાએ વિવિધ તાલીમ અંગે માહિતી મેળવી વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી હતી.

આજરોજ ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ તથા પુર્વ ગ્રામ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડિયાએ મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ હળવદ ડાયરેકટર ઘનશ્યામભાઈ ગોહીલ, પુર્વ પાલીકા પ્રમુખ હળવદ દાદાભાઈ ડાંગર અને જીલ્લા યુવા ભાજપ મંત્રી રવીભાઈ પટેલને સાથે રાખી હળવદ કૃષિ પોલીટેક્નિકની મુલાકત લીધેલ હતી. તેમજ અત્રેના કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ શૈક્ષણીક તેમજ ખેતીવાડી બિયારણ ઉત્પાદન વીશે અત્રેના આચાર્ય ડો. એ. વી. ખાનપરાએ તેમને માહીતગાર કર્યા હતા.

મહાનુભાવોની કેન્દ્રની મુલાકાત દરમિયાન વિદ્યાર્થી મિત્રો સાથે વીચાર ગોષ્ઠિ કરવવામાં આવેલ અને આ કેન્દ્ર દ્વારા થતી અભ્યાસ પ્રવૃતિની માહીતી મેળવવામાં આવેલ હતી સાથે જ આ કેન્દ્રની પ્રવૃતિથી માહીતગાર થઈ, આ કેન્દ્રની પ્રવૃતિઓ ને બીરદાવવામાં આવેલ. તેમજ આ કેન્દ્રના વિકાસ થાય અને આગળ પ્રગતી કરે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ હતી અને કેન્દ્રના આચાર્ય ડો. એ. વી. ખાનપરા તેમજ સમગ્ર સ્ટાફને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

- text

- text