મોરબી અવની ચોકડી નજીક કેનાલમાં બાળક તણાયો, શોધખોળ

- text


આશીર્વાદ કોમ્પ્લેક્સમા ચોકીદારી કરતા નેપાળી પરિવાર ઉપર આફત

- text

મોરબી : મોરબીની અવની ચોકડી નજીક આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક કેનાલમાં પડી જતા છેલ્લા ત્રણેક કલાકથી મોરબી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં કેનાલમાં પાણી ફૂલ ફોર્સથી જઈ રહ્યું હોય બાળક શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

- text