મોરબી : નવા સાદુળકાની સર્વોપરી વિદ્યાલય ખાતે યોજાયેલી મોરબી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સની સ્પર્ધામાં ટીકર (રણ)ની એમ.જે.સી વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.જિલ્લા કક્ષાની એથ્લેટિક્સની સ્પર્ધાઓમાં ટીકર (રણ)ની એમ.જે.સી વિદ્યામંદિરમાંથી કુલ 5 વિદ્યાર્થિનીઓએ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતે. જેમાં દિવ્યાબેન નાનજીભાઈ ભીલે 3000 મીટરની દોડ 16.43 મિનિટમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાની અને ટીકર ગામનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત તન્જીમબેન અનવરભાઈ કોરડીયા 800 મીટરમાં ત્રીજા નંબરે અને પ્રીતિબેન પ્રભુભાઈ ઝીંઝુવાડિયા 200 મીટરમાં ત્રીજા નંબરે આવીને શાળાનું નામ રોશન કર્યું છે. હવે પછી અવ્વલ નંબરે આવેલી વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ બધી વિદ્યાર્થિનીઓને હિતેશભાઈ વરમોરા દ્વારા રમત ગમત માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતુશ્રી એમ.જે. સી. શાળાના આચાર્ય એસ. કે. પટેલ અને શાળાના સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તકે શાળા પરિવાર વિદ્યાર્થિનીઓ અને માર્ગદર્શકને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી છે.