મોરબી : વિદ્યાસહાયક ભરતી (ધોરણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ:૨૦૨૨ (ઓક્ટોબર) તા.૧૦/૧૦/૨૦૨૨ની જાહેરાત અન્વયે મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો સ્થળ પસંદગી કેમ્પ ધી.વી.સી.ટેક.હાઇસ્કુલ, વી.સી.ફાટક સામે, મોરબી ખાતે તા.૧૪ને ગુરુવારના રોજ રાખવામાં આવેલ છે. જેમાં વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૬ થી ૮ (સામાજિક વિજ્ઞાન)ના કેમ્પનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક અને વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૧ થી ૫ ના કેમ્પનો સમય બપોરે ૦૧:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. મોરબી જિલ્લાની સ્થળ પસંદગી કરનાર ઉમેદવારોએ અગત્યના ખાસ કારણોસર પુછપરછ કરવા બાબતે મો.૯૪૨૭૬ ૦૦૦૦૮ અને મો.૯૯૨૫૫ ૨૨૬૪૮ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.