એવોર્ડની 50 ટકા રકમ ધાર્મિક કાર્ય માટે અને 50 ટકા રકમ જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ માટે અર્પણ કરીટંકારા : મોરબીની એન.જી.મહેતા હાઈસ્કૂલના શિક્ષિકા દિપાલીબેન આદેશરાની મોરબી જિલ્લા માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવતા તેમને મળેલા એવોર્ડની રકમ સેવા કાર્ય માટે અર્પણ કરી છે.દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં મોરબીની એનજી મહેતા હાઈસ્કૂલના શિક્ષિકા દિપાલીબેન ઉદયકુમાર આદેશરાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. આ એવોર્ડ પ્રાપ્ત થતાં તેઓએ કહ્યું હતું કે, મારી માતાએ 37 વર્ષ શિક્ષિકા તરીકે ઉમદા કાર્ય કર્યું છે. જેમાંથી હંમેશા પ્રેરણા મળી છે. ભારત દેશના ભવિષ્યના નાગરિકો એવા આજના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં ઈશ્વર પ્રેરિત કાર્ય છે. દિપાલીબેન આદેશરા હાલમાં ભડીયાદ રોડ પર આવેલી શ્રીમતી એન.જી .મહેતા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં પણ અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમણે એવોર્ડની રકમ 50% ઈશ્વર ચરણે અને 50% દીકરીઓની શૈક્ષણિક પ્રગતિ માટે અર્પણ કરી છે.