મોરબી : પીજીવીસીએલના મોરબી શહેર પેટા વિભાગ હેઠળ-1 આવતો 11 કેવી ગૌશાળા ફીડર હેઠળના વિસ્તારમાં તેમજ શહેર પેટા વિભાગ 2ના ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારમાં મેઈન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી તા. 13 સપ્ટેમ્બરને બુધવારે સવારે 7:30 થી સાંજના 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.મોરબીના ૧૧ કેવી ગૌશાળા ફીડરમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના,રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.આ ઉપરાંત ત્રાજપર ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે તાલુકા પોલીસ લાઈન, ગેંડા સર્કલ સામે, શિવ શક્તિ ચેમ્બર,ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઋષભ નગર ૧-૨-૪,સૂર્ય કીર્તિ ૧-૨, કમલા પાર્ક, નિત્યાનંદ સોસા., પાવન પાર્ક,ત્રાજપર ગામ, વોરા બાગ, મધુવનસોસા., અંબિકા સોસા., નીલકંઠ સોસા.,મયુર સોસા.,વૃંદાવન સોસા, ફ્લોરા હોમ્સસ, તથા આસપાસ ના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે જેની દરેક વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.