મોરબી : મોરબીના બેલા નજીક તાલુકા પોલીસે ચોરી કે છળકપટથી બાઇક મેળવ્યાની શંકાએ એક શખ્સની ધરપકડ કરી બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે એક શખ્સ શંકાસ્પદ બાઇક લઈને જેતપરથી મોરબી તરફ જનાર છે. જેના આધારે ટીમે આધારે બેલા ગામ ચેક પો.સ્ટ ખાતે તપાસમાં હતા તે દરમ્યાન જાલમસિંગ દેવયા ઉ.વ.૨૪ ધંધો-ડ્રાઇવિંગ, રહે. હાલ-ધર્મ મંગલ સોસાયટી, મકનસર મુળ રહે.મધ્યપ્રદેશવાળો સપ્લેન્ડર બાઇક લઇને નિકળતા તેને રોકી સઘન પુછપરછ કરતા બાઈકના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી બાઇક નં.GJ 36-K-3364 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.