મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 12 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે.હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય શ્રાવણ વદ તેરસ એટલે કે 12 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ભંડારાનો લ્હાવો લેવા મહંત જીગ્નેશપુરી બાપુએ સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.