75 થી વધુ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની વિવિધ રમતોમાં પસંદગી પામ્યાહળવદ : હળવદની સાંદિપની સ્કુલ ખાતે જીલ્લા કક્ષાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી રમતો જેવી કે વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કબડ્ડી, સ્કેટીંગ, ખો-ખો, આર્ચરી, એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ હતી. આ શાળાકીય રમતોત્સવમાં સાંદિપની ઈંગ્લીસ સ્કુલના 75થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતો માટે રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે. ત્યારે જે વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે તેમને તેમજ તેના કોચને સાંદિપની ઈંગ્લીસ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમજ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં રમત ગમતનો સિંહફાળો હોય છે. વધુને વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લે તે માટે શાળાના સમય દરમિયાન તેમજ શાળાના સમય ઉપરાંતના સમયમાં પણ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા કોચિંગ આપવામાં આવે છે. હળવદ તાલુકાના જે વિદ્યાર્થીઓ જુદી-જુદી એથ્લેટિક્સ રમતોમાં રૂચી ધરાવતા હોય તેના માટે સાંદિપની ઈંગ્લીસ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા ફ્રી કોચિંગ આપવામાં આવશે.