મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 9 સપ્ટેમ્બરના રોજ વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવશે.આવતીકાલે શનિવારે સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી વિનાર્ટ IND ( માનસધામ -૧, માનસાધામ-૨ સોસાયટી વિસ્તાર તેમજ તેની આસપાસનો વિસ્તાર), અને વીવાન્ટા IND. સવારે 8 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી ત્રિલોકધામ, શિવપાર્ક-૧, શિવપાર્ક-૨ સોસાયટી વિસ્તાર તેમજ તેની આસપાસનો વિસ્તાર તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણમાં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.