હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં રમણભાઇ ભરવાડની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુંઆ જિલ્લાના વતની મોહનભાઇ રામાભાઇ નાહરપુરા ઉ.33નો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા વાડી વાવતા રામજીભાઇ હીરાભાઇ દોરાળાએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી શંકાસ્પદ મૃત્યુ અંગે તપાસ શરૂ કરી છે.