મોરબી : મોરબીના ચકમપર ગામે તારીખ 19 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિનભાઈ પ્રવીણભાઈ દેત્રોજા દ્વારા ચકમપર ગામે 19 સપ્ટેમ્બર ના રોજ કનેસરા ધામનું બાબા રામદેવ રામામંડળ રમાડવામાં આવશે. જેમાં રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. યુટૂયબ પર રામામંડળનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.