મોરબી : મોરબી જીલ્લાના બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમીત્તે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ડીજેની સાથે ટ્રેડીશનલ ડ્રેસમાં સૌ ગ્રામજનો જોડાયા હતા. શોભાયાત્રા ગામમાં ફરી હતી અને ઠેરઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે આર્શીવાદ આપ્યા હતા. બપોરના 12 કલાકે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ ગ્રામજનોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવી સૌ ગ્રામજનોએ સમુહ પ્રસાદ લઈને જનમાષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરી હતી.