મોરબી : મોરબીના ઘુનડા (સ) ગામમાં સમસ્ત ગામ તેમજ અપના ગૃપ દ્વારા હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ ગ્રામજનો દ્વારા મટુકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી નાદ સાથે સમગ્ર ગામનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.