મોરબીના રાજપર ગામમાં વિચિત્ર દુર્ઘટના આદિવાસી પરિવાર ઉપર આફત ઉતરી મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં ગઈકાલે ઘટેલી એક વિચિત્ર દુર્ઘટનામાં મધ્યપ્રદેશના આદિવાસી શ્રમિક પરિવારના બાળકનું ઝાડવા ઉપરથી પડી ગયા બાદ દોરડામાં ફસાઈ જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે જગદીશભાઇ મુંદડીયાની વાડીમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતા કનકસિંહ સુકીયાભાઇ કલવાનો પુત્ર સુમીતભાઇ કનકસિંહ કલવા ઉ.12 નામનો બાળક વાડીના શેઢે ઝાડવા ઉપર ચડીને રમતો હતો ત્યારે રમતા રમતા ઝાડ ઉપરથી પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડામાં ગળાફાંસો આવી જતા બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.